Morbi Today
મોરબીના લખધીરપૂર રોડે કેનાલના પાણીમાં ડૂબી ગયેલ યુવાનની ડેડ બોડી મચ્છુ-2 ડેમમાંથી મળી
SHARE







મોરબીના લખધીરપૂર રોડે કેનાલના પાણીમાં ડૂબી ગયેલ યુવાનની ડેડ બોડી મચ્છુ-2 ડેમમાંથી મળી
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં ન્હાવા પડે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જે યુવાનની બોડી પાણીની સાથે તણાઇને મચ્છુ-2 ડેમ સુધી આવી ગઈ હતી અને ફાયરની ટીમે યુવાનની ડેડ બોડીને પાણીમાંથી બહાર કાઢી હતી.
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં સાહિલ ખાન નામનો યુવાન ન્હાવા માટે પડ્યો હતો અને તે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી શોધખોળ મહાપાલીકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી જોકે, પાણીમાં ડૂબી ગયેલ યુવાનની ડેડ બોડી કેનાલમાં વહેતા પાણી સાથે મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોચી ગઈ હતી. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
