મોરબીના રવાપર નજીક રામસેતુ સોસાયટીમાં ગાડી પાર્કિંગ બાબતે યુવાન અને તેની માતાને મારમાર્યો
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીના બગીચામાંથી 64 બોટલ દારૂ સાથે એક પકડાયો બેની શોધખોળ, મોરબીના રફાળેશ્વર ચોકડી પાસેથી 7 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
SHARE







વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીના બગીચામાંથી 64 બોટલ દારૂ સાથે એક પકડાયો બેની શોધખોળ, મોરબીના રફાળેશ્વર ચોકડી પાસેથી 7 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીએ દારૂની રેડ કરી હતી ત્યારે બગીચામાં પ્લાસ્ટિકના બાંધકામમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડને 64 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો મંગાવનાર સહિત બે વ્યક્તિના નામ સામે આવ્યા હોય કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ જાડેજા ની વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડીમાં આવેલ બગીચામાંથી પ્લાસ્ટિકના બચકામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 64 બોટલો મળી આવી હતી જેથી 85,200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઇ ગણપતિસિંહ જાડેજા (32) રહે અગાભી પીપળીયા વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો મંગાવનાર તરીકે પ્રકાશભાઈ રાજેશભાઈ ઉકેડીયા તેમજ પરવેજભાઈ અશરફભાઈ કાદરી રહે. બંને અગાભી પીપળીયા વાળાના નામ સામે આવ્યા હોય ત્રણેય શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
સાત બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રફાળેશ્વર ગામ નજીક આવેલ ભૂદેવ પાન પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હોય પોલીસે 4550 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર (32) રહે સોઓરડી ઉસ્માનના બંગલા પહેલા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
