મોરબીના લખધીરપૂર રોડે કેનાલના પાણીમાં ડૂબી ગયેલ યુવાનની ડેડ બોડી મચ્છુ-2 ડેમમાંથી મળી
મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની મૂર્તિનું રવિવારે સવારે 7:30 કલાકે કર્યું વિસર્જન: મહાપાલિકા-પોલીસે 24 કલાક ખડેપગે
SHARE







મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજા ગણેશજીની મૂર્તિનું રવિવારે સવારે 7:30 કલાકે કર્યું વિસર્જન: મહાપાલિકા-પોલીસે 24 કલાક ખડેપગે
મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકા દ્વારા શોભેશ્વર રોડ પર આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે અને તેમાં શનિવારે સવારના 7 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધીમાં સલામત રીતે ગણેશજીની નાની-મોટી 820 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણેશ વિસર્જન સમયે કોઈ જીવલેણ દુર્ઘટના ન બને તે માટે મોરબી શહેરી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ જુના પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ હતો અને ત્યાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ સ્વીકારવામાં આવતી હતી અને ત્યાથી તે મૂર્તિઓને સલામત રીતે પિકનિક સેન્ટર ખાતે લઈને આવીને કૃત્રિમ કુંડમાં તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું વધુમાં મહાપાલિકાના કર્મચારી પાસેથી મળતી વિગત પ્રમાણે આ વર્ષે કુલ મળીને 820 જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં તા 31 ના રોજ 130, તા 2 ના રોજ 76, તા 4 રોજ 42 અને તા 6 ના રોજ 572 ગણેશજીની મૂર્તિનો સમાવેશ થાય છે ઉલેખનીય છે કે, શનિવારે વરસાદ ચાલુ હતો તો પણ ચાલુ વરસાદે મહાપાલિકાની ટીમે સલામત રીતે ગણેશજીની મૂર્તિઓની વિસર્જન કર્યું હતું વધુમાં અધિકારી જણાવ્યુ હતુ કે, મોરબી જે મોટા ગણેશ મહોત્સવ હતા તેના આયોજકો સૌથી છેલ્લે તેની મૂર્તિઓ લઈને આવ્યા હતા જેમાં પટેલ ગ્રૂપ કા રાજા શનિવારે રાતે 10:45 કલાકે, મયુર નગરી કા રાજા રવિવારે વહેલી સવારે 3:15 કલાકે અને સિધ્ધી વિનાયક કા રાજા રવિવારે સવારે 7:30 કલાકે મૂર્તિ લઈને આવ્યા હતા આમ સતત 24 કલાક સુધી ખડેપગે રહીને ગણેશજીની મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ, એસોજી, એલસીબી સહિતની ટીમો બંદોબસ્તમાં ખડેપગે તૈનાત રહી હતી.
