વરસાદ-વાવાઝોડની આગાહીને પગલે મોરબી બાર એસોસીયેશનને વોરંટ ઇશ્યુ ન કરવા કોર્ટને કરી રજૂઆત
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવિરત મેઘ મહેર, છેલ્લી 24 કલાકમાં દોઢથી લઈને પોણા પાંચ જેટલો વરસાદ
SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવિરત મેઘ મહેર, છેલ્લી 24 કલાકમાં દોઢથી લઈને પોણા પાંચ જેટલો વરસાદ
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 26 કલાકથી વરસાદી માહોલ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે અને મોરબી જિલ્લામાં દોઢથી લઈને પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે જોકે જિલ્લામાં 10 પૈકીના ચાર ડેમ સો ટકા ભરાયા છે મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ હજી 90 ટકા સુધી જ ભરાયો હોવાના કારણે લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીના પ્રશ્નો ઉકેલાઇ જશે.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન છૂટક છૂટક વરસાદ થયો હોવાના કારણે આજની તારીખે પણ લોકોને હૈયે ટાઢક થાય તેવો વરસાદ પડ્યો નથી તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી દરમિયાન ગઈકાલે સવારે 6 થી આજે સવારના 8 સુધીમાં એટલે કે, છેલ્લી 26 કલાકથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી પ્રમાણે માળિયા તાલુકામાં 141 એમએમ, મોરબી તાલુકામાં 94 એમએમ, ટંકારા તાલુકામાં 71 એમએમ, વાંકાનેર તાલુકામાં 36 એમએમ અને હળવદ તાલુકામાં 70 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જોકે ધીમીધારે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના કારણે કોઈ જગ્યાએ મોટી નુકસાની થઈ હોય કે વરસાદી પાણી ભરાયો હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ કેટલીક જગ્યાએ પવનના કારણે વૃક્ષો તૂટી પડ્યા હોય કે હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે પરંતુ તેમાં પણ કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી આમ મેઘરાજાએ પોતાની છેલ્લી ઇનિંગ્સમાં મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોને ભરી દીધા છે અને ખાસ કરીને મોરબી જિલ્લામાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયો જેમાં મચ્છુ એક, મચ્છુ બે, બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે આ ચારેય ડેમ ભરાઈ ગયા હોવાથી લોકોને પીવાના પાણીની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.
