મોરબી જીલ્લાનો મચ્છુ 1 ડેમ છેલ્લી 19 કલાકથી ઓવરફલો, નદીના પટમાં કોઇને ન જવા સિંચાઇ વિભાગની સુચના
વરસાદ-વાવાઝોડની આગાહીને પગલે મોરબી બાર એસોસીયેશનને વોરંટ ઇશ્યુ ન કરવા કોર્ટને કરી રજૂઆત
SHARE







<p><strong>વરસાદ-વાવાઝોડની આગાહીને પગલે મોરબી બાર એસોસીયેશનને વોરંટ ઇશ્યુ ન કરવા કોર્ટને કરી રજૂઆત</strong></p> <p>આજરોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવાથી તથા વાવાઝોડાની આગાહી કરેલ હોય તેમજ મોરબી અને કચ્છમાં અતી ભારે વરસાદની આગાહી હોવાથી મોરબીમા સતત વરસાદ ચાલુ હોય તેમજ ગામડાં તથા શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ હોવાથી એડવોકેટ તેમજ અસીલો આજરોજ નામદાર કોર્ટમાં આવી શકે તેમ ન હોય તેથી આજરોજ તા.૮-૯-૨૫ એક દિવસ પુરતો ઠરાવ કરીને કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે કોર્ટની કામગીરી જેતે સ્થિતીએ રાખીને વોરંટ ઇશ્યુ ન કરવામાં આવે.</p> <p>આજરોજ નામદાર કોર્ટમાં એડવોકેટ તેમજ અસીલો હાજર રહી શકેતેમ ન હોય તેમના ઉપર વોરંટ ન કાઢવા તેમજ કેશનું સ્ટેજ તે જ રાખવા મોરબી બાર એસોસીએશને કોર્ટને વિનંતી કરી હતી.મોરબી મચ્છુ-૧ તથા ૨ તથા ૩ ભરાઈ ગયેલ હોવાથી આજુબાજુના નીચાણ વાળા ગામડાઓને ખાલી કરવાની સુચના પણ આપેલ હોય તેથી અસીલો આવી શકે તેમ નો હોય તેથી તેઓ કેશનું સ્ટેજ તે જ રાખવા કોર્ટને વિનંતી કરવામાં આવેલ છે.તેમ મોરબી બાર એસોસીયેશનના પ્રમુખ સી.પી.સોરીયાએ યાદીમાં જણાવેલ છે.</p>
