મોરબીના ઘૂટું ગામે જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 8 પકડાયા
ટંકારાના હડમતીયા નજીકથી બાઇક ઉપર જઈ રહેલા યુવાન ઉપર અજાણ્યા બે શખ્સોએ કર્યો તિક્ષણ હથિયારથી હુમલો
SHARE







ટંકારાના હડમતીયા નજીકથી બાઇક ઉપર જઈ રહેલા યુવાન ઉપર અજાણ્યા બે શખ્સોએ કર્યો તિક્ષણ હથિયારથી હુમલો
ટંકારાના હડમતીયા પાલનપીરથી આગળના ભાગમાં કારખાના પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર વડે તેના ઉપર હુમલો કરવામાં આવેલ હતો અને યુવાનને પડખાના ભાગે તિક્ષણ હથિયારના વારાફરતી ઘા માર્યા હતા ત્યારબાદ અજાણ્યા બંને શખ્સો ત્યાંથી બાઇક લઈને નાશી ગયા હતા જેથી હાલમાં ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા હસમુખભાઈ જીવણભાઈ સારલા (28)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, હડમતીયા પાલનપીરથી આગળના ભાગમાં આવેલ માખણના કારખાના પાસે વળાંકમાં તે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા બે શખ્સો ડબલ સવારી બાઈકમાં આવ્યા હતા અને ત્યારે ડબલ સવારી બાઈકમાં પાછળના ભાગે બેઠેલા શખ્સ દ્વારા ફરિયાદીને પડખાના ભાગે તીક્ષણ હથિયારના વારાફરતી ઘા મારીને ઈજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બાઈક ઉપર આવેલ અજાણ્યા બંને શખ્સ સ્થળ ઉપરથી તેના બાઈકમાં નાસી ગયા હતા જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
