મોરબી મહાપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશ્નરે કર્યા મચ્છુ 2 ડેમના નવા નીરના વધામણાં
મોરબીના ઘૂટું ગામે જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 8 પકડાયા
SHARE







મોરબીના ઘૂટું ગામે જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 8 પકડાયા
મોરબીના ઘૂટું ગામે આવેલ જનકપુરી સોસાયટીના ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 8 શખ્સો મળી આવ્યા હતા તેની પાસેથી પોલીસે 37,580 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામની જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી તે સ્થળ ઉપરથી રમેશભાઈ લાલજીભાઈ અદગામા (45), વાલજીભાઈ કરસનભાઈ પરેચા (50), રવિભાઈ રમેશભાઈ અદગામા (25), પ્રવીણભાઈ રમેશભાઈ દંતેશરિયા (29), જયસુખભાઈ ચુનીલાલ સુરેલા (27), દેવજીભાઈ રમેશભાઈ વિજવાડીયા (25), જગદીશભાઈ દયારામભાઈ અદગામા (25) અને પિયુષભાઈ દયારામભાઈ સોરીયા (28) રહે. બધા ઘુટુ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 37,580 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
