મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો
મોરબી-ટંકારામાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE







મોરબી-ટંકારામાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી શહેર અને ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સામે પાસા દરખાસ્ત કરવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે જેથી સ્થાનિક પોલીસે પાસા હેઠળ બંને આરોપીને પકડીને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરેલ છે.
ટંકારા તાલુકા પીઆઈની સૂચના મુજબ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્સની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી રામનારાયણ મોબ્તારામ કાકડ રહે. રાજસ્થાન વાળાને પાસા હેઠળ પકડીને ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબી બી ડિવિઝન પીઆઇ વી.એન.પરમારની સૂચના મુજબ પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને આરોપી નિજામભાઇ ઉર્ફે નિજો હૈદરભાઇ જેડા રહે. વીશીપરા મદિના સોસાયટી પ્રકાશ કારખાનાની સામે મોરબી વાળાને પાસા હેઠળ પકડીને સુરત જેલ હવેલ કરવામાં આવેલ છે.
