મોરબી-ટંકારામાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું
SHARE







મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હેઠળની મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વાલ્મી - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે હાલની વરસાદી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક એમ.એફ. ભોરણીયા તથા ડૉ. કે.એન.વડારીયા દ્વારા હાલમાં વાવેતર કરેલા પાકોમાં લેવાની થતી કાળજી અને કાપણી પછીની તકેદારીઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટ જમીન વ્યવસ્થાપન સંસ્થા વાલ્મી કાર્યપાલક ઇજનેર વી.એચ.ભોરણીયા દ્વારા ડેમોમાંથી સિંચાઈ વ્યવસ્થાપન માટે કેનાલના પાણીનો કરકસર યુક્ત વપરાશ બાબતે સિંચાઈ વ્યવસ્થા તથા સહભાગી સિંચાઈ વ્યવસ્થા બાબતે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો બાબતે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
