મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું
વાંકાનેર માર્કેટ યાર્ડમાં ખેડૂતો-યાર્ડના શ્રમિકો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના શરૂ કરવા અશ્વિનભાઈ મેઘાણીની રજૂઆત
SHARE







વાંકાનેર માર્કેટ યાર્ડમાં ખેડૂતો-યાર્ડના શ્રમિકો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના શરૂ કરવા અશ્વિનભાઈ મેઘાણીની રજૂઆત
વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે તાલુકામાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા માટે થઈને આવતા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા શ્રમિકોની પણ સલામતિને પ્રાધાન્ય આપવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અને કોઈપણ સમયે અકસ્માત થાય તો તેઓને અકસ્માત મૃત્યુ સહાય મળે તે માટે થઈને વાંકાનેર માર્કેટ યાર્ડની સામાન્ય સભામાં યાર્ડના ડિરેક્ટર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
વાંકાનેર માર્કેટ યાર્ડના ડિરેક્ટર અશ્વિનભાઈ નવઘણભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે, વાંકાનેર માર્કેટયાર્ડની મુખ્ય આવક ખેડૂતો તેની જણસ યાર્ડમાં વેચાણ માટે થઈને લઈને આવે તેની શેષમાંથી થતી હોય છે ત્યારે રાત દિવસ મહેનત કરતા ખેડૂતો અને માર્કેટયાર્ડમાં ખેડૂતોની જે જણસ આવે તેને ઉતારવાથી લઈને તેના વેચાણ સુધીના કામમાં કામ કરતા યાર્ડના શ્રમિકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવે તે જરૂરી છે અને માર્કેટયાર્ડ ખાતે વેચાણ કરવા માટે આવતા તમામ ખેડૂતોને અકસ્માત મૃત્યુ સહાય આપવામાં આવે અને મજૂરને પણ અકસ્માત મૃત્યુ સહાયનો લાભ આપવામાં આવે તેના માટે આ યોજનાને શરૂ કરવામાં આવે તેવી તેઓએ લેખિતમાં માર્કેટ યાર્ડના ચેરમેનને રજૂઆત કરેલ છે વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના હળવદ અને મોરબી બંને યાર્ડની અંદર આ યોજના ચાલુ છે આ ઉપરાંત રાજ્યના અન્ય યાર્ડમાં પણ આ પ્રકારે ખેડૂતો માટે અકસ્માત મૃત્યુ સહાય આપવાની યોજના અમલમાં છે અને ખાસ કરીને અગાઉ વાંકાનેર યાર્ડમાં પણ આ યોજના ચાલુ હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બંધ છે જેને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.
