ભૂજ ખાતે યોજાયેલ લોકનૃત્ય પ્રતિયોગિતામાં મોરબી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય પ્રથમ ક્રમે
મોરબીમાં નીલકંઠ રેસિડેન્સીના રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા મહાપાલિકામાં રજૂઆત
SHARE







મોરબીમાં નીલકંઠ રેસિડેન્સીના રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા મહાપાલિકામાં રજૂઆત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીના લોકો મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રસ્તાની હાલત અતિદયનીય છે અને ત્યાં લોકો ચાલી પણ શકે તેમ નથી તેવી પરિસ્થિતી છે જેથી કરીને રસ્તામાં ભરાયેલ પાણીનો નિકાલ કરીને રસ્તો ચાલવા જેવો બનાવી આપવાની રજૂઆત કરી હતી ત્યારે ડેપ્યુટી કમિશનરે વહેલી તકે તેઓનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી જોકે ખરેખર તેમનો પ્રશ્ન ક્યારે ઉકેલશે તે તો સમય જ બતાવશે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીના લોકો મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીને મળીને રજૂઆત કરી હતી કે, છેલ્લા 25 દિવસથી તેમના વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હોવાને કારણે રસ્તો બંધ છે અને રસ્તા ઉપરથી અવરજવર કરવી જીવના જોખમ સમાન બની ગયેલ છે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તેમજ વૃદ્ધે તે રસ્તા ઉપરથી નીકળી શકે તેમ નથી ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે જેથી રસ્તા ઉપર ભરાઈ ગયેલ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે અને રસ્તા ઉપરથી લોકો અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ માટેની ખાતરી ડેપ્યુટી કમિશનરે આપી હતી.
