મોરબીમાં નીલકંઠ રેસિડેન્સીના રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા મહાપાલિકામાં રજૂઆત
ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ
SHARE







ટંકારા મોરબી હાઇવે રોડના ખાડામાં બુરવા માટે તંત્રને મહેશ રાજકોટિયાનું એક સપ્તાહનું અલ્ટીમેટમ
ટંકારાથી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પિઠ જેવી થઈ જતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ટંકારા કોંગ્રેસના કદાવર નેતા મહેશ રાજકોટિયાએ ટંકારા મોરબી હાઇવે રોડના ખાડા બુરવા માટે તંત્રને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો કામ નહીં કરવામાં આવે તો કચ્છને જોડતા હાઇવેને ચક્કાજામ કરવામાં આવશે.
વધુમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, આ રોડના ઈન્ચાર્જ રાજકોટ ડિવિઝનના એસ.આર. પટેલનો સંપર્ક કરીને રોડની હાલની સ્થિતિની માહિતી તેમણે આપવામાં આવી હતી અને આ રોડ તાત્કાલિક એક અઠવાડિયામાં પેચવર્ક કરીને ચાલવા લાયક બનાવવા માટેની રજૂઆત કરી છે અને જો કોઈ બાના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો નાછુટકે તેઓની ટિમ દ્વારા કચ્છને જોડતો રાજકોટ મોરબી રોડ બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે, ઈન્ચાર્જ ઈજનેર એસ.આર.પટેલે જણાવ્યુ હતું કે, તાકીદે કોન્ટ્રાક્ટરને ફ્લો વર્ક કરી અઠવાડિયામાં પ્લાન ચાલુ કરવા અને જરૂરી પેચવર્ક કરવા આદેશ આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી વાવડી ચોકડી, પીપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા ચોકડી, લજાઈ ચોકડી, ટંકારા ચોકડી ઉપર ખાડા છે ત્યારે લોકોને શરરિક અને આર્થિક નુકશાન થાય છે. તેમજ ટ્રાફિક જામ થાય છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો ત્યાં પણ ખાડા બુરવા માટે કામ નહિ કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે.
