હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો મળતો ન હોય કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબીમાં કામ ધંધો મળતો ન હોકંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાને કામ ધંધો મળતો ન હોવાથી કંટાળી જઈને કોલોનીની બારી સાથે સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુચીરામ સાગરમ સોરેન (34) નામના યુવાને લેબર કોલોનીમાં રૂમની બારી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની કલેમ્બર સમયા મુરમુ (26) રહે. હાલ સોરીસો કારખાનાની લેબર કોલોનીમાં મોરબી મૂળ રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને કામ ધંધો મળતો ન હોય તે કંટાળી ગયો હતો જેથી પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારમાર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ખાનગી સ્કૂલ પાસે પાર્થ મનસુખભાઈ નેસડિયા અને દલસુખ અર્જુનભાઈ વિડજા નામના બે વ્યક્તિને અજાણ્યા શખ્સે લાકડી વડે મારમાર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લીધું

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મેહુલ ભરતભાઈ સરાડીયા (28) નામના યુવાને કોઇ કરણસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News