મોરબીની મહેન્દ્રનગર ગામે જાનકી હોમ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ જુગાર રમતા 6 શખ્સ 1.10 લાખની રોકડ સાથે પકડાયા
SHARE







મોરબીની મહેન્દ્રનગર ગામે જાનકી હોમ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ જુગાર રમતા 6 શખ્સ 1.10 લાખની રોકડ સાથે પકડાયા
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિગુણ રેસીડેન્સીમાં જાનકી હોમ્સ એપાર્ટમેન્ટના ફ્લેટની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હોય પોલીસે 1,10,000 ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓને પકડીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ હરિગુણ રેસીડેન્સીમાં જાનકી હોમ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 501 માં રહેતા કલ્પેશભાઈ અઘારાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી કલ્પેશભાઈ વાસુદેવભાઈ અઘારા (32) તથા મેહુલભાઈ લાભુભાઈ દેત્રોજા (34) રહે. આનંદનગર મહેન્દ્રનગર, રાજેશભાઈ સવજીભાઈ કૂગસિયા (45) રહે. હરીપાર્ક રેસીડેન્સી વિદ્યુતનગર મોરબી, ઉમંગભાઇ ભીખાભાઈ લોરીયા (29) રહે. ધર્મમંગલ-2 મહેન્દ્રનગર, મહેશભાઈ તળશીભાઇ કાવર (37) રહે. ધર્મમંગલ-2 મહેન્દ્રનગર તથા હરેશભાઈ ઓધવજીભાઈ ફેફર (27) રહે. ધર્મમંગલ-2 મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,10,000 ની રોકડ કબ્જે કરી હતી અને તેની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાડીમાં નુકશાન
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અંદરણા ગામના બ્રિજ પાસેથી વઢવાણમાં આવેલ રતનપર મીલની ચાલી શેરી નં-2 માં રહેતા સાજીદભાઈ દિલાવરભાઈ બેલીમ (35) નામનો યુવાન પોતાની ઇકો ગાડી નંબર જીજે 13 એએમ 8246 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવી રહેલ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 5204 ના ચાલકે સાજીદભાઈની ઇકો ગાડીમાં પાછળના ભાગેથી બોલેરો ગાડી અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ઇકો ગાડીના પાછળના દરવાજા, ડ્રાઇવર સાઈડના બંને કાચ અને દરવાજામાં નુકસાન થયું હતું જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
