મોરબીમાં કામ ધંધો મળતો ન હોય કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબી નજીક પંચર કરેલ ટાયર ફાટતાં લોખંડની પ્લેટ વાગવાથી રાજસ્થાની યુવાનનું મોત
SHARE







મોરબી નજીક પંચર કરેલ ટાયર ફાટતાં લોખંડની પ્લેટ વાગવાથી રાજસ્થાની યુવાનનું મોત
મોરબીના જૂના નાગડાવાસ ગામના પાટીયા પાસે હોટલ નજીક પંચરની દુકાન આવેલ છે ત્યાં ટાયરમાં પંચર કરાવીને યુવાને ટ્રકમાં ટાયર ફીટ કરવા માટે જતો હતો ત્યારે અચાનક ટાયર ફાટ્યું હતું જેથી લોખંડની પ્લેટ યુવાનના શરીર સાથે અથડાતા તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની મૃતક યુવાનની સાથે રહેલા વ્યક્તિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા માહિતી મુજબ રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલ બડ કોચરા ગામનો રહેવાસી કાલુસિંહ તુલસાસિંહ (26) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે ટાયરમાં પંચર કરાવી ટ્રકનું ટાયર ટ્રકમાં ફીટ કરવા માટે ટાયર પાસે ગયો હતો ત્યારે ટાયર ફાટવાના કારણે ટાયરની લોખંડની પ્લેટ તે યુવાનના શરીર સાથે અથડાઈ હતી જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાન સાથે રહેલ પુષ્પેન્દ્રસિંહ વિરમસિંહ (26) રહે. બડ કોચરા તાલુકો જિલ્લો અજમેર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ અમરશીભાઈ સોમમાણેક (64) નામના વૃદ્ધને સેન્ટ મેરી સ્કૂલ પાસે તેઓ પગપાળા ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
વૃદ્ધા સારવારમાં
મોરબીની અરુણોદયનગર સોસાયટીમાં રહેતા કુંદનબા ઘનશ્યામસિંહ જાડેજા (74) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
