હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી નજીક પંચર કરેલ ટાયર ફાટતાં લોખંડની પ્લેટ વાગવાથી રાજસ્થાની યુવાનનું મોત


SHARE













મોરબી નજીક પંચર કરેલ ટાયર ફાટતાં લોખંડની પ્લેટ વાગવાથી રાજસ્થાની યુવાનનું મોત

મોરબીના જૂના નાડાવાસ ગામના પાટીયા પાસે હોટલ નજીક પંચરની દુકાન આવેલ છે ત્યાં ટાયરમાં પંચર કરાવીને યુવાને ટ્રકમાં ટાયર ફીટ કરવા માટે જતો હતો ત્યારે અચાનક ટાયર ફાટ્યું હતું જેથી લોખંડની પ્લેટ યુવાનના શરીર સાથે અથડાતા તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ  આ બનાવની મૃતક યુવાનની સાથે રહેલા વ્યક્તિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા માહિતી મુજબ રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલ બડ કોચરા ગામનો રહેવાસી કાલુસિંહ તુલસાસિંહ (26) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે ટાયરમાં પંચર કરાવી ટ્રકનું ટાયર ટ્રકમાં ફીટ કરવા માટે ટાયર પાસે ગયો હતો ત્યારે ટાયર ફાટવાના કારણે ટાયરની લોખંડની પ્લેટ તે યુવાનના શરીર સાથે અથડાઈ હતી જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાન સાથે રહેલ પુષ્પેન્દ્રસિંહ વિરમસિંહ (26) રહે. બડ કોચરા તાલુકો જિલ્લો અજમેર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ અમરશીભાઈ સોમમાણેક (64) નામના વૃદ્ધને સેન્ટ મેરી સ્કૂલ પાસે તેઓ પગપાળા ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે ડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

મોરબીની અરુણોદયનગર સોસાયટીમાં રહેતા કુંદનબા ઘનશ્યામસિંહ જાડેજા (74) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર પડી જવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News