મોરબીમાં કામ ધંધો મળતો ન હોય કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE







મોરબીમાં કામ ધંધો મળતો ન હોય કંટાળી ગયેલા યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાને કામ ધંધો મળતો ન હોવાથી કંટાળી જઈને કોલોનીની બારી સાથે સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો સીરામીક કારખાનાની લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મુચીરામ સાગરમ સોરેન (34) નામના યુવાને લેબર કોલોનીમાં રૂમની બારી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની કલેમ્બર સમયા મુરમુ (26) રહે. હાલ સોરીસો કારખાનાની લેબર કોલોનીમાં મોરબી મૂળ રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને કામ ધંધો મળતો ન હોય તે કંટાળી ગયો હતો જેથી પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારમાર્યો
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ખાનગી સ્કૂલ પાસે પાર્થ મનસુખભાઈ નેસડિયા અને દલસુખ અર્જુનભાઈ વિડજા નામના બે વ્યક્તિને અજાણ્યા શખ્સે લાકડી વડે મારમાર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તે બંને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
ફિનાઇલ પી લીધું
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મેહુલ ભરતભાઈ સરાડીયા (28) નામના યુવાને કોઇ કરણસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
