મોરબી નજીક પંચર કરેલ ટાયર ફાટતાં લોખંડની પ્લેટ વાગવાથી રાજસ્થાની યુવાનનું મોત
વાંકાનેરના રાતીદેવરી નજીક નદીમાં ન્હાવા ગયેલ તરૂણનું માતા-પિતાની હાજરીમાં પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE







વાંકાનેરના રાતીદેવરી નજીક નદીમાં ન્હાવા ગયેલ તરૂણનું માતા-પિતાની હાજરીમાં પાણીમાં ડૂબી જવાથી મોત
વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતો તરુણ રાતીદેવરી ગામ પાસેથી પસાર થતી આસોય નદીમાં ન્હાવા માટે તેના માતા અને પિતા સાથે ગયો હતો અને નદીના પાણીમાં તરૂણ ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા રાજુભાઈ કુંઢીયા તેના પત્ની તથા દિકરા પ્રકાશભાઈ સાથે રાતીદેવરી ગામ પાસે આસોય નદીમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન રાજુભાઈનો 15 વર્ષનો દીકરો પ્રકાશ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે બોટલ દારૂ
મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-2 માં આવેલ મારુતિ કલર દુકાન પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને નવનીતભાઈ પ્રાણજીવનભાઈ આસોડિયા (43) રહે. પ્રજાપતિનગર પેડક રોડ રાજકોટ રહે. હાલ લાતી પ્લોટ શેરી નં-2 મારુતિ કલર દુકાનમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
બે બોટલ દારૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે નાની બોટલો મળી આવતા પોલીસે કુલ 300 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને પોલીસે આરોપી રિયાઝખાન હુસેનખાન પઠાણ (37) રહે. રવિ પાર્ક-2 વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નીતાબેન મધુભાઈ અમૃતિયા (32) નામના મહિલા મહેન્દ્રનગર ગામ પાસે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કેશુભાઈ શોભાવત (32) નામના યુવાનને જવાહર સ્કૂલથી સંગી સિરામિક બાજુ જતા સમયે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
