મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસ નજીક નદીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ તણાઇને બેઠા પુલ સુધી આવી ગયો


SHARE











મોરબીના લીલાપર રોડે ફિલ્ટર હાઉસ નજીક નદીમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ તણાઇને બેઠા પુલ સુધી આવી ગયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસ પાસે પાણીમાં યુવાને ડૂબી ગયો હતો જેની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે સ્થળ ઉપર જઈને પાણીમાં ડૂબી ગયેલ યુવાનની શોધખોળ કરી હતી જો કે તેનો પત્તો લાગ્યો ન હતો અને આજે સવારે મચ્છુ નદીના પટમાં બેઠા પુલ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવેલ હતો જેથી તેને સિવિલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ કારખાનાની બાજુમાં રહેતો કિશોર બચુભાઈ વાઘાણી (34) નામનો યુવાન સોમવારે સાંજના સમયગાળા દરમિયાન લીલાપર ફિલ્ટર હાઉસ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ડૂબી ગયો હતો જે બનાવની મંગળવારે બપોરે 12:00 વાગ્યાના અરસામાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોડી સાંજ સુધી યુવાનનો પતો લાગ્યો ન હતો. જો કે, મચ્છુ-2 ડેમના 2 દરવાજા અઢી ફૂટ સુધી ખુલ્લા રાખીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેથી પાણીનો પ્રવાહ સતત નદીમાં વહેતો હતો જેથી યુવાન પાણી સાથે તણાઇને આગળ નીકળી ગયો હોય તેવી શક્યતા હતી જેથી ફાયરની ટીમ દ્વારા મચ્છુ 3 ડેમ નજીક આરટીઓના પુલ પાસે યુવાનની શોધખોળ હાથ ધરવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આજે સવારે મોરબીમાં બેઠા પુલ નજીક મચ્છુ નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ હતી જેથી બી ડિવિઝન પોલીસ તથા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને નદીના પટમાં પડેલા યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જોધપર અકસ્માત
મોરબીના જોધપર ગામે ડેમ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.આ વાહન અકસ્માત બનાવમાં નિમુબેન હસમુખભાઈ શંખેસરિયા (૫૫) રહે.રાજનગર પંચાસરા રોડને ઇજા થઈ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર એકટીવા સ્લીપ થઈ જતા કેતન અમૃતભાઈ રાણપરા (૪૭) રહે. ગ્રીન ચોક મોરબીને ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેમજ અહીંના મોળપર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થતા જાલમસિંહ મહેતાબભાઇ ગામડ (૨૬) રહે.મોડપર ને અત્રેની શુભ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ટ્રેન અકસ્માતમાં ઇજા
મોરબીના જૂના ઘુંટુ રોડ પ્લેટિનમ સીરામીક સામે ડેમો ટ્રેનની ઝડપે ચડી જતા શક્તિભાઈ રમુભાઈ બીજેકા (૩૦) રહે.રફાળેશ્વરને ઇજા પામેલ હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકમાં ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.જ્યારે બંધુનગર ગામ પાસે સિરામિક યુનિટ નજીક વાહન અકસ્માતમાં ઈજા થતાં રઘુનંદન પ્રભુભાઈ બિન્દ (૪૯) રહે.મકનસર તા.મોરબી ને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદ રોડ ઉંચી માંડલ ગામે બાપાસીતારામ હોટલ નજીક વાહન પલ્ટી મારી જતા ખુશીરામ દયારામ મીણા (૩૫) રહે.અજમેર રાજસ્થાનને ઇજા થતા અત્રેની  સિવિલે લવાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના નંદરામ મેસવાણીએ તપાસ કરી હતી.

ચરાડવા અકસ્માત
હળવદના ચરાડવા ગામ પાસે રીક્ષા થાંભલા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં અનિલ મનજીભાઈ રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના હળવદ તાલુકાના જૂના કીડી નામે રહેતા સોમાભાઈ વિઠ્ઠલભાઈ ડાભીને હળવદથી જુના કિડી જતા રસ્તે ઇંગોરાળા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News