મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
મોરબી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આર્ટ ચેમ્પિયનશીપ ચિત્ર સ્પર્ધામાં ૨૩૫ વિદ્યાર્થીઓ જોડાયા
SHARE







મોરબી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આર્ટ ચેમ્પિયનશીપ ચિત્ર સ્પર્ધામાં ૨૩૫ વિદ્યાર્થીઓ જોડાયા
કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોરબી જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પંચાયતના સહયોગથી મોરબી ખાતે “આર્ટ ચેમ્પિયનશીપ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ખુબ ખરો સપોર્ટ રહયો હતો અને આ કાર્યક્રમમાં કુલ ૨૩૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરતા સુંદર ચિત્રો દોરીને પોતાની સર્જનાત્મકતા બહાર લાવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની દ્વારા વાલીઓ સાથે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં કયા પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ તે અંગે વાલીઓ પાસેથી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. ઘણા વાલીઓએ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી જેના પર ટ્રસ્ટ ભવિષ્યમાં કાર્યરત રહેશે. ટ્રસ્ટે વચન આપ્યું છે કે, ભવિષ્યમાં પણ આવા વિવિધ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતું રહેશે અને સમાજને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક યોગદાન આપતું રહેશે.
