મોરબી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આર્ટ ચેમ્પિયનશીપ ચિત્ર સ્પર્ધામાં ૨૩૫ વિદ્યાર્થીઓ જોડાયા
મોરબીમાં રોડ સેફટી અને સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી, જે શાળામાં ભણ્યા ત્યાંના બાળકોને જ શીખવવાની તક મળી: દેવાયતભાઇ ડાંગર
SHARE







મોરબીમાં રોડ સેફટી અને સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી, જે શાળામાં ભણ્યા ત્યાંના બાળકોને જ શીખવવાની તક મળી: દેવાયતભાઇ ડાંગર
મોરબી જિલ્લામાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ઇન્ચાર પોઇન્સ પોઇન્સ એચવી ઘેલા સાહેબની સૂચનાથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ દેવાયતભાઈ હીરાભાઈ ડાંગરે મુખ્ય હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને માર્ગ પર વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટબેલ્ટના મહત્વ સહિતની અગત્યની સલાહો આપી.વિશેષતા એ રહી કે દેવાયતભાઈ ડાંગર પોતે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. પોતાની શાળામાં જ ફરી ફરજ નિભાવવાની તક પીઆઈ એ સુચના આપતા પબ્લિક મોટીવેટ થશે તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ ઉભી થઈ હતી તેમજ વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીનું પાલન કરવાનો સંકલ્પ કર્યો હતો.મોરબી ટ્રાફિક શાખા દ્વારા આવનારા દિવસોમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજી સામાન્ય જનતામાં ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસઓજીના પીએસઆઇ કે.આર.કેસરિયા તથા હાઈસ્કૂલના આચાર્ય સી.એન.ડાંગરએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
