હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આર્ટ ચેમ્પિયનશીપ ચિત્ર સ્પર્ધામાં ૨૩૫ વિદ્યાર્થીઓ જોડાયા


SHARE













મોરબી જિલ્લા પંચાયત દ્વારા આયોજિત આર્ટ ચેમ્પિયનશીપ ચિત્ર સ્પર્ધામાં ૨૩૫ વિદ્યાર્થીઓ જોડાયા

કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોરબી જિલ્લા પંચાયતના ડી.ડી.ઓ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પંચાયતના સહયોગથી મોરબી ખાતે આર્ટ ચેમ્પિયનશીપ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ખુબ ખરો સપોર્ટ રહયો હતો અને આ કાર્યક્રમમાં કુલ ૨૩૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરતા સુંદર ચિત્રો દોરીને પોતાની સર્જનાત્મકતા બહાર લાવી હતી. કાર્યક્રમ દરમ્યાન કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવભાઈ જાની દ્વારા વાલીઓ સાથે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં કયા પ્રકારના કાર્યક્રમો થવા જોઈએ તે અંગે વાલીઓ પાસેથી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. ઘણા વાલીઓએ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી જેના પર ટ્રસ્ટ ભવિષ્યમાં કાર્યરત રહેશે. ટ્રસ્ટે વચન આપ્યું છે કે, ભવિષ્યમાં પણ આવા વિવિધ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરતું રહેશે અને સમાજને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક યોગદાન આપતું રહેશે.






Latest News