મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને અકસ્માત બનાવમાં વળતર મળ્યુ
SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને અકસ્માત બનાવમાં વળતર મળ્યુ
ટંકારાના વતનીની કાર તેમના ભાઇ લઇને હળમતીયા ગયા હતા ત્યારે રસ્તામાં જનાવર આડુ આવતા કારને નુકશાન થયેલ પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા અદાલતે રૂા.૧,૧૭,૦૦૦ અને ખર્ચના રૂા.૫૦૦૦ વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેઇસની વિગત એવી છેકે ટંકારાના વતની રાજેશભાઈ કનુભાઈ ગઢવીની ગાડી તેના ભાઈ લઇને તા.૯-૩-૨૪ નાં રોજ ટંકારાથી હળમતીયા જતાં તેની કાર સાથે જનાવર આડુ આવતા ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને ગાડીને નુકશાન થયેલ વીમા કંપનીએ એપ્રુવ લેટરથી તેમનો વીમો આપવાની ના પાડેલ ગ્રાહકે તમામ કાગળો રજુ કરી આપેલ છતાં ના પાડતાં તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને હુકમ કરેલ કે રૂા.૧,૧૭,૦૦૦ તથા ૫૦૦૦ ખર્ચ પેટેના તા.૨૮-૧૦-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાના રહેશે.ગ્રાહકે બીલ લેવું જોઇએ તેમજ પોતાના હક માટે લડવુ જોઇએ. છતાં ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) નો સંપર્ક કરવો.
