વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો


SHARE













મુસ્કાન: મોરબીની વજેપરવાડી ગામની શાળામાં ખાસ સેમિનાર યોજાયો

છેલ્લાં ૮ વર્ષથી મેંગોપીપલ પરિવાર દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા શહેરોમાં વંચિત અને જરૂરી દીકરીઓ માટે એક વરદાન બની ગયો છે. આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને નિ:શુલ્ક સેનિટરી પેડ્સ અને આંતરવસ્ત્રોનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્ય માત્ર એક ભૌતિક મદદ નથી, પણ તે દીકરીઓના આત્મવિશ્વાસને એક નવી પાંખ આપે છે. જ્યારે દીકરીઓ આર્થિક સંકળામણના કારણે આ જરૂરિયાતથી વંચિત રહે છે, ત્યારે તેમનું શિક્ષણ અને સ્વસ્થ જીવન જોખમમાં મુકાય છે. 'પ્રોજેક્ટ મુસ્કાન' આ અવરોધોને દૂર કરીને દીકરીઓને માત્ર શારીરિક સ્વચ્છતા જ નહીં, પણ માનસિક સશક્તિકરણ પણ પ્રદાન કરે છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ ગર્વથી અને નિર્ભયતાથી તેમના શિક્ષણ અને જીવનમાં આગળ વધી શકે છે. તાજેતરમાં મોરબીના વજેપરવાડી ગામની શાળામાં આ પ્રોજેક્ટ અંતર્ગત એક ખાસ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડે દીકરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા પાછળ પ્રિન્સિપાલ કિશોરભાઈ સવસાણી, પટેલ ભાવનાબેન, પટેલ ચેતનાબેન, સેતા વીણાબેન, કુંડારિયા જીજ્ઞાસાબેન, સરડવા મધુબેન અને અન્ય શિક્ષકો, સાથે જ મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડની સમગ્ર ટીમનું સમર્પણ અને અથાગ પરિશ્રમ મુખ્ય કારણ છે.




Latest News