મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને અકસ્માત બનાવમાં વળતર મળ્યુ
મોરબી: દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓએ એટોપ ફેક્ટરીની મુલાકાત લીધી
SHARE







મોરબી: દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓએ એટોપ ફેક્ટરીની મુલાકાત લીધી
ટંકારા તાલુકાની શ્રી દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું જ્ઞાન પ્રેક્ટિકલી મળે તે માટે લજાઈ ગામના રજનીભાઈ વામજાના સહકાર અને શાળાના આચાર્ય એન.આર. ભાડજા તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને લજાઈ ગામની બાજુમાં આવેલી એટોપ ફેક્ટરીની મુલાકાત કરાવાઈ હતી. આ મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ વેફર્સ અને ફરસાણની અલગ-અલગ પ્રોડક્ટ્સ કઈ રીતે બને છે, ઓટોમેટિક મશીનમાં કઈ રીતે પેકિંગ થાય છે, અને માર્કેટિંગ વિભાગ સુધી કેવી રીતે પહોંચે છે તે સમગ્ર પ્રક્રિયાને પ્રત્યક્ષ જોઈ. ફેક્ટરીના અધિકારીઓએ વિદ્યાર્થીઓની અલગ-અલગ ટુકડી બનાવીને દરેકને સમગ્ર પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને ફૂડ ટેકનોલોજી, સેન્સર ટેકનોલોજી, મશીનરી, માર્કેટિંગ અને મેનેજમેન્ટ જેવા વિષયોનું વ્યવહારુ જ્ઞાન મળ્યું. આ અનુભવથી તેમને ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર અને વ્યવસાયની સમજણ પણ મળી હતી.
