હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી: દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓએ એટોપ ફેક્ટરીની મુલાકાત લીધી


SHARE













મોરબી: દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓએ એટોપ ફેક્ટરીની મુલાકાત લીધી

​ટંકારા તાલુકાની શ્રી દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું જ્ઞાન પ્રેક્ટિકલી મળે તે માટે લજાઈ ગામના રજનીભાઈ વામજાના સહકાર અને શાળાના આચાર્ય એન.આર. ભાડજા તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને લજાઈ ગામની બાજુમાં આવેલી એટોપ ફેક્ટરીની મુલાકાત કરાવાઈ હતી. ​આ મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ વેફર્સ અને ફરસાણની અલગ-અલગ પ્રોડક્ટ્સ કઈ રીતે બને છે, ઓટોમેટિક મશીનમાં કઈ રીતે પેકિંગ થાય છે, અને માર્કેટિંગ વિભાગ સુધી કેવી રીતે પહોંચે છે તે સમગ્ર પ્રક્રિયાને પ્રત્યક્ષ જોઈ. ફેક્ટરીના અધિકારીઓએ વિદ્યાર્થીઓની અલગ-અલગ ટુકડી બનાવીને દરેકને સમગ્ર પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ​આ મુલાકાતથી વિદ્યાર્થીઓને ફૂડ ટેકનોલોજી, સેન્સર ટેકનોલોજી, મશીનરી, માર્કેટિંગ અને મેનેજમેન્ટ જેવા વિષયોનું વ્યવહારુ જ્ઞાન મળ્યું. આ અનુભવથી તેમને ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર અને વ્યવસાયની સમજણ પણ મળી હતી.






Latest News