મોરબી: દેવદયા માધ્યમિક શાળા-લજાઈના વિદ્યાર્થીઓએ એટોપ ફેક્ટરીની મુલાકાત લીધી
મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયેલ હતો. NTF (નેશનલ ટાસ્ક ફોર્સ) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના મનોરોગ ચિકિત્સક ડો. દીપભાઈ ભાડજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રા.જે. એમ.કાથડે મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડો. દીપ ભાડજા પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા કેવા વ્યક્તિઓ કરે છે અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તેની સમજણ આપેલ. તેમજ માનસિક બીમારીથી બચવાના ઉપાયો પણ અસરકારક અને હળવી શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આચાર્ય ડૉ.રામભાઈ વારોતરીયાએ પણ આવા વિદ્યાર્થીલક્ષી ઉપયોગી કાર્યક્રમો થતા રહે તે બાબતે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એનટીએફ ના નોડલ ઓફિસર કે.આર.દંગી તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
