હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોરબી તરફથી શૈલેષભાઈ ભટ્ટ (ડેપ્યુટી ડીડીઓ, મોરબી), બિઝનેસમેન વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ મહેમાનોનો પરિચય કરાવી તેમનું શાબ્દિક કર્યું હતું અને મુખ્ય વક્તા શૈલેષભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને 'વિદ્યા પ્રાપ્તિ' અને 'શિક્ષણ પ્રાપ્તિ' વચ્ચેની પાતળી ભેદરેખા ઉદાહરણ સાથે સમજાવી. વિદ્યાર્થી અવસ્થામાં જીવન જીવવાના અને કાર્ય કરવાના ચાર સોપાન વિશે પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું. વ્યસન યુક્ત જીવનની અગાધ મુશ્કેલીઓ અને વ્યસન મુક્ત જીવનની સુવાસથી પરિવાર અને વ્યક્તિગત જીવનમાં આવતા બદલાવ વિશે સમજ આપી હતી તો પાર્થભાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલનાં વ્યસનથી દૂર રહેવાની વાત કરી હતી અને વાત્સલ્યભાઈએ સહુને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો. અંતે શાળાના શિક્ષક એન.ડી.ગઢિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News