હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી


SHARE













મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી

મોરબીમાં આવેલ વિવેકાનંદનગરના મૂળ રહેવાસી અને હાલ હૈદરાબાદ ખાતે રહેતી પરણીતાને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી સમયાંતરે કુલ મળીને 8.50 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને ત્યાર બાદ મહિલા સાથે લગ્ન કર્યા ન હતા અને લગ્નની લાલચ આપનાર શખ્સે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી મહિલા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબીના વિવેકાનંદનગરના રહેવાસી અને હાલમાં હૈદરાબાદ ખાતે રહેતા દીપ્તિબેન અભિષેકભાઈ ઠક્કરે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિમેષભાઈ બાબુભાઈ ચોટલીયા રહે. બી/206 પારેખ એપાર્ટમેન્ટ સરોજિની રોડ વિલે પારલે વેસ્ટ મુંબઈ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનાથી આરોપીફરિયાદીને લગ્ન કરવાની લાલઆપી તેને વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ ફરિયાદી પાસેથી સમયાંતરે કુલ મળીને 8.50 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને તે રૂપિયા મહિલા પાસેથી આરોપીએ તેના તેમજ તેના મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી મહિલા સાથે લગ્ન ન કરીને આરોપીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી ફરિયાદી મહિલા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News