વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ


SHARE













મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ

રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ -૨૦૨૫ (નેશનલ સાયન્સ સેમીનાર) નું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજ ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં જીલ્લાકક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

નેશનલ સાયન્સ સેમીનાર-25 નો મુખ્ય વિષય ક્વોન્ટમ યુગ શરૂ થાય છે. તેની સંભાવનાઓ અને પડકારો હતો.નેશનલ સાયન્સ સેમીનારમાં મોરબી જીલ્લાની ૨૦ સ્કૂલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.જેમાં અતિથિ તરીકે ડૉ.એચ.સી.માંડવીયા, શ્રી એમ. એમ. સાયન્સ કોલેજ મોરબી, નિર્ણાયક પ્રોફેસર ડૉ.કચોરીયા રેખાબેન શ્રી યુ.એન મહેતા આર્ટ્સ કોલેજ નજરબાગ, શિક્ષક અજયભાઈ એન.પાટડીયા શ્રી યુનિક સ્કૂલ અને રાજેશ્વરીબેન પંડ્યા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ યોગદાન આપેલ.આ નેશનલ સાયન્સ સેમીનાર માં વિજેતા વિધાર્થીઓ ડેમીરા કે.કક્કડ શ્રી ઑમશાંતિ ઈ.મી.સ્કૂલ વિરપર, મધુ રાજવી શ્રીમતી.એલ. કે.સંઘવી ગર્લ્સ હાઈસ્કૂલ વાંકાનેર, રામાનુજ હર્ષ , શ્રી આર.બી.પટેલ હાઈસ્કૂલ ખરેડા, કંઝારીયા નિશા, શ્રી ડી.જે.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી આ સ્પર્ધકો માંથી બેસ્ટ રજુઆત કરનાર બે સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેવા સાયન્સ સીટી અમદાવાદ ખાતે જશે.આ નેશનલ સાયન્સ સેમીનારમાં ભાગ લીધેલ બધા જ સ્પર્ધકો, શિક્ષકો તથા સ્કૂલ તથા વાલીને દિપેનભાઈ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News