હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી
SHARE
હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી
હળવદ જીઆઇડીસી પાસે આવેલ જીનીંગ ફેક્ટરીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનાના ઈલેક્ટ્રીક રૂમમાં પેનલ બોર્ડથી અલગ અલગ ઇલેક્ટ્રિક મોટર સુધી લઈ જવા માટેના 35 થી 40 ફૂટ લંબાઈના 50 જેટલા કેબલ વાયર હતા જેને કાપીને ચોરી કરવામાં આવેલ છે જેથી 1.50 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદમાં આવેલ ડી.વી.પરખાણી સ્કૂલ પાસે કરાચી કોલોનીમાં રહેતા અમીનભાઈ અલ્લારખાભાઈ કલાડિયા (35)એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ જીઆઇડીસી પાસે વિકાસ જીનીંગ નામની ફેક્ટરી આવેલ છે જેમાં અજાણ્યા બે શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કારખાનામાં આવેલ ઇલેક્ટ્રીક રૂમમાં પેનલ બોર્ડથી અલગ અલગ ઇલેક્ટ્રીક મોટર સુધી જતા 35 થી 40 ફૂટ લંબાઈના આશરે 50 જેટલા કેબલ વાયરના ટુકડા કરીને તેની ચોરી કરવામાં આવેલ છે અને લગભગ 1.50 લાખ રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.