મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ


SHARE













મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

મોરબીના નવલખી રોડ ઉપર અંદાજે 25 થી વધુ ગામડાઓ આવેલા છે જ્યાં અવરજવર કરતા ગ્રામજનો ઉબડ ખાબડ રોડ રસ્તાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોડ રીપેર કરવા માટે રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી ધ્યાન આપતા ન હોવાથી રવિવારે સાંજે ગામના સરપંચોની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા નવલખી રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તંત્રને રોડ રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે

ગુજરાતના મોટાભાગના રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને તેમાં પણ ખાસ કરીને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે વિગેરે રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે અને લોકોને શારીરિક તેમજ આર્થિક નુકસાની સહન કરવી પડતી હોય છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો નવલખી રોડ ઉપર ખાખરાળા, જેપુર, બરવાળા, લુંટાવદર, નારણકા, પીપળીયા વિગેરે જેવા 25 થી વધુ ગામો લાગુ પડે છે તે રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. 

જેપુર ગામના ઉપસરપંચ હર્ષદભાઈ કાવઠીયાએ જણાવ્યુ હતું કે, આ રસ્તા ઉપર 24 કલાક ટ્રક, ડમ્પર વગેરે જેવા ભારે વાહનો ઓવરલોડ માલ ભરીને દોડતા હોય છે અને નવલખી રોડ ઉપરથી નવલખીથી મોરબી તરફ આવવાનો રસ્તો એક બાજુનો ઉબડ ખાબડ છે અને ખાડા વાળો રોડ થઈ ગયો હોવાના કારણે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે અને જેના કારણે ઘણી વખત નાના-મોટા અને શારીરિક તેમજ વાહનમાં નુકસાન કરે તેવા અકસ્માતો સર્જાતા હોય છે.

નારણકાના રહેવાસી જયંતીલાલ દાવાએ કહ્યું હતું કે, હું કાયમી હેલ્મેટ પહેરીને બાઇક લઈને મોરબી અપડાઉન કરું છે જો કે, ખાડાના લીધેલ અકસ્માત થાય અને હાથ પગ ભાંગે કે પછી વાહનમાં નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે. જયારે જીલુભાઈ ડાંગરે કહ્યું હતું કે, આ રોડ ઉપર ઓવરલોડ ટ્રક ડમ્પર દોડે છે તેને રોકવા માટે આરટીઓ કે પોલિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોને વધુ હેરાન થવું પડે છે અને રોડ તૂટવા માટે પણ ઓવરલોડ દોડતા વાહનો જ વધુ જવાબદાર છે જેથી તેની સામે પાગલા લેવામાં આવે તે અનિવાર્ય છે.

જેથી કરીને રોડ રીપેર કરવામાં આવે તેના માટે સ્થાનિક ગામના આગેવાનો તથા લોકો દ્વારા અધિકારી અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં રોડ રિપેર કરવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી ન હતી અને ખાડામાં માટીના ઢગલા કર્યા હોવાથી હવે ખાડા ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડવાની પણ સમસ્યા શરૂ થયેલ છે ત્યારે રોડની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રવિવારે સાંજે નવલખી રોડ ઉપર સનાતન હોટલ પાસે રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો  

થોડીવારમાં બંને બાજુએ કાર, ટ્રક, ડમ્પર સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને રોડ ઉપર પડેલા ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્રને ખાડા રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો 48 કલાકમાં રોડના ખાડા રીપેર કરવામાં નહીં આવે તો સરપંચોની આગેવાની હેઠળ ઉગ્ર આંદોલન કરી રસ્તા ફરી ચક્કાજામ કરાશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.




Latest News