મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ
મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
SHARE







મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામે બંધ રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ઘરમાંથી રોકડા રૂપિયા તથા દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામે રહેતા અમરતબેન નારણભાઈ ડાંગરના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે અને તેના ઘરના દરવાજાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની અંદર રાખવામાં આવેલ માલસામાનને વીર વેરવિખેર કરી નાખ્યો હતો અને ત્યારબાદ તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવ સંદર્ભે વધુમાં મળતી વિગત પ્રમાણે અમરતબેન તેના ભાઈના ઘરે ગયા હતા જેથી કરીને તેનું ઘર બંધ હતું અને તેઓએ ઘરે આવીને જોતા તેના ઘરની અંદરથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે અને પાંચ તોલા જેટલું સોનું તથા 80 હજાર રૂપિયાની રોકડની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
