મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા


SHARE































મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી મહિલા ઉપર તેના પતિએ ચારિત્ર બાબતે શંકા કૂશંકા કરીને હથિયાર વડે માથામાં અને મોઢાના ભાગે મારમારીને તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હોય આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે મેગાસિટી સીરામીક કારખાનાના કવાર્ટરમાં રહેતા પહેલવાન ટનટયાભાઇ બારેલા (41)એ તેના બનેવી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયાભાઈ બારેલા રહે. મૂળ સખતપુર મધ્યપ્રદેશ હાલ રહે. મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના જુના રોડ ઉપર આવેલ આઈકોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ફરિયાદીના ફઈબાના દીકરી બિંદિયાબેન કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા ઉપર તેના પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાએ ચારિત્ર બાબતે ખોટી શંકા કુશંકા કરીને કોઈ હથિયાર વડે તેને મોઢા અને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી કાનાભાઈ બારેલા સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક મહિલાના પિતરાઇ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News