મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે


SHARE













મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે જેના સંદર્ભે વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીના ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લા ખાતે આવી રહ્યા છે ત્યારે તેમના સંભવિત કાર્યક્રમ અનુસાર તેઓ મચ્છુ-૨ ડેમ નજીક આવેલ ગૌશાળા ખાતે અંદાજિત દસ લાખ જેટલા વૃક્ષો વાવી તૈયાર કરવામાં આવેલ વનનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ઉપરાંત તેઓ આ વનની મુલાકાત પણ લેનાર છે. આ બેઠકમાં તથા સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, સામાજિક વનીકરણ રાજકોટ રેન્જના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, જિલ્લા પુરવઠા અધિકારી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને ઈલેક્ટ્રીકના કાર્યપાલક ઈજનેરઓ તથા સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.




Latest News