મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો
SHARE







ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો
મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવ્યું હતું અને બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
ભારત કો જાનો પ્રશ્નમંચ માં કુલ ૩૪ શાળાઓનાં ૬૮ વિદ્યાર્થીઓએ તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં કુલ ૩૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં સંગીત તજજ્ઞો કોમલબેન પનારા તથા જિજ્ઞાસાબેન બગાએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી અને આ કાર્યક્રમમાં અતિથિ તરીકે વિજયભાઈ રંગપરિયા (ફેવરીટ ગ્રુપ), મહેશભાઈ બોપલિયા (RSS-જીલ્લા કાર્યવાહ), જસ્મિનભાઈ હિંસુ (સૌરાષ્ટ્ર પ્રાંત-ધર્મ જાગરણ સમન્વય-સહસંયોજક) અને ડૉ. જયેશભાઈ પનારા (ભા.વિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ) હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ, દ્વિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે શ્રી માધાપરવાડી કન્યા શાળા આવેલ છે. ભારત કો જાનો પ્રશ્નમંચમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે નાલંદા વિદ્યાલય, દ્વિતીય ક્રમે ગોકુલનગર પ્રા. શાળા તથા તૃતીય ક્રમે માધાપરવાડી કન્યા શાળા તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે નવયુગ વિદ્યાલય, દ્રિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે જ્ઞાનપથ વિદ્યાલય વિજેતા થયેલ છે.
દરેક વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ક્રમે વિજેતા થયેલ બધી ટીમો આગામી સમયમાં પ્રાંત કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન હરદેવભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજકો રાવતભાઈ કાનગડ તથા પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, હરેશભાઈ બોપલિયા,ડૉ. ચિરાગભાઈ અઘારા, ચિરાગભાઈ હોથી, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, પંકજભાઈ ફેફર તેમજ મહિલા સંયોજિકા દર્શનાબેન પરમાર અને સહસંયોજિકા અલ્પાબેન મારવણિયાએ જહેમત ઉઠાવેલ હતી.
