હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો


SHARE













ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાઅને ભારત કો જાનો પ્રશ્નમંચનું આયોજન દર વર્ષે કરવામાં આવ્યું હતું અને બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.

ભારત કો જાનો પ્રશ્નમંચ માં કુલ ૩૪ શાળાઓનાં ૬૮ વિદ્યાર્થીઓએ તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં કુલ ૩૦ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં સંગીત તજજ્ઞો કોમલબેન પનારા તથા જિજ્ઞાસાબેન બગાએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી અને આ કાર્યક્રમમાં અતિથિ તરીકે વિજયભાઈ રંગપરિયા (ફેવરીટ ગ્રુપ), મહેશભાઈ બોપલિયા (RSS-જીલ્લા કાર્યવાહ), જસ્મિનભાઈ હિંસુ (સૌરાષ્ટ્ર પ્રાંત-ધર્મ જાગરણ સમન્વય-સહસંયોજક) અને ડૉ. જયેશભાઈ પનારા (ભા.વિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ) હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ, દ્વિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે શ્રી માધાપરવાડી કન્યા શાળા આવેલ છે. ભારત કો જાનો પ્રશ્નમંચમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે નાલંદા વિદ્યાલય, દ્વિતીય ક્રમે ગોકુલનગર પ્રા. શાળા તથા તૃતીય ક્રમે માધાપરવાડી કન્યા શાળા તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે નવયુગ વિદ્યાલય, દ્રિતીય ક્રમે નવયુગ સંકુલ તથા તૃતીય ક્રમે જ્ઞાનપથ વિદ્યાલય વિજેતા થયેલ છે.

દરેક વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ ક્રમે વિજેતા થયેલ બધી ટીમો આગામી સમયમાં પ્રાંત કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન હરદેવભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સંયોજકો રાવતભાઈ કાનગડ તથા પરેશભાઈ મિયાત્રા, કૌશિકભાઈ અઘારા, હરેશભાઈ બોપલિયા,ડૉ. ચિરાગભાઈ અઘારા, ચિરાગભાઈ હોથી, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, પંકજભાઈ ફેફર તેમજ મહિલા સંયોજિકા દર્શનાબેન પરમાર અને સહસંયોજિકા અલ્પાબેન મારવણિયાએ જહેમત ઉઠાવેલ હતી. 






Latest News