મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે
મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
SHARE







મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, પ્રાંત અધિકારીઓ મામલતદારઓ, ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
