મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો


SHARE









મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો

મોટી બરાર ખાતે આવેલ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગૃપથી પરિચિત બને તેમજ ભવિષ્યમાં તેનો સહેતુક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે "ચાલો બ્લડ ગૃપ જાણીયે" કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડના કર્મચારી દિનેશભાઈ ગોગરા, દેવજીભાઈ ડાભી, સંજયભાઈ મૂળિયા ઉપસ્થિત રહ્યા હતા. આ શાળાના આચાર્ય બી.એન. વિડજાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા આ તકે સમગ્રલક્ષી સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સુંદર મજાના બ્લડ ગૃપ ચેકઅપ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત બન્યા હતા. આ કાર્યક્રમના અંતે આ સેવા યજ્ઞમાં જોડાવા બદલ શાળાના આચાર્ય બી. એન.વિડજા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ તેમજ ઉપસ્થિત કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ છે.




Latest News