મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન


SHARE













મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ લેવીસ સિરામિક ગ્રુપના તમામ ભાગીદારો તેમજ મોરબીના અગ્રણી બિલ્ડરોને ત્યાં રહેણાંક મકાન, કારખાના, ઓફિસ વિગેરે સ્થળે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આઈટી વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અંદાજે 250 જેટલા આઈટી વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટ આઈટી વિભાગ દ્વારા મોરબી પંથકમાં આજે વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગ તથા બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં આઈટી વિભાગના અધિકારીઓની જુદી જુદી 40 જેટલી ટીમો બનાવીને એકી સાથે વહેલી સવારે પાંચ વાગ્યે દરોડા પાડવામાં આવ્યા છે અને હાલમાં તેઓના નાણાકીય વ્યવહારો સહિતની બાબતોની આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

 

હાલમાં મળી રહેલી વિગતો પ્રમાણે મોરબી હાઇવે રોડ ઉપર નીચીમાંડલ ગામ પાસે આવેલ લેવીસ ગ્રુપના ધીરુભાઈ રોજમાળા તથા તેના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના જુદા જુદા જે સીરામીક કારખાનાઓ આવેલ છે તે તમામ સિરામિક કારખાના, ઓફિસ તથા તેમના રહેણાંક મકાન ઉપર હાલમાં આઇટી વિભાગના અધિકારીઓને ટીમ પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબીના લખધીરપૂર રોડે આવેલ મેટ્રો સિરામિક ગ્રૂપમાં પણ આઇટીની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંગેની ચર્ચાઓ હાલમાં સિરામિક ઉદ્યોગકારોના વર્તુળોમાં પણ ચાલી રહી છે

આ ઉપરાંત મોરબીમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલ અગ્રણી રાજુભાઈ ધમાસણાના રવાપર રોડ ઉપર આવેલ જયરાજ પાર્કમાં રહેણાંક મકાન તથા ઓફિસે સર્ચ ઓપરેશના ચાલી રહ્યું છે તેમજ બાંધકામ ક્ષેત્રે સાથે જોડાયેલ મોર્ડન હોમ પ્લાન વાળા પરેશભાઈ પટેલના ગ્રુપ ઉપર જયરાજ પાર્કમાંઘરે તથા ઓફિસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અને એક જ દિવસે બાંધકામ અને સિરામિક સાથે જોડાયેલા જુદાજુદા ત્રણ ગ્રૂપ ઉપર આઇટી વિભાગની ટીમોએ રેડ કરી હોવાથી હાલમાં ઉદ્યોગકારો અને બાંધકામ સાથે જોડાયેલ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા રહેલી સવારે પાંચ વાગ્યાથી મોરબીમાં આવેલ છે અને બાંધકામ તથા સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. અને તેઓના નાણાકીય હિસાબની માહિતી હાલમાં આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.






Latest News