મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ
SHARE







મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી મહિલા ઉપર તેના પતિએ ચારિત્ર બાબતે શંકા કૂશંકા કરીને હથિયાર વડે માથામાં અને મોઢાના ભાગે મારમારીને તેની હત્યા કરી નાખી હતી જેની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે મહિલાની હત્યા કરનારા તેના પતિની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે મેગાસિટી સીરામીક કારખાનાના કવાર્ટરમાં રહેતા પહેલવાન ટનટયાભાઇ બારેલા (41)એ તેના બનેવી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયાભાઈ બારેલા રહે. હાલ મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના જુના રોડ ઉપર આવેલ આઈકોન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ફરિયાદીના ફઈબાના દીકરી બિંદિયાબેન કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા ઉપર તેના પતિ કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાએ ચારિત્ર બાબતે ખોટી શંકા કુશંકા કરીને કોઈ હથિયાર વડે તેને મોઢા અને માથાના ભાગે માર મારીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી કાનાભાઈ બારેલા સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો. ત્યાર બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો જેની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એન.પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી દરમિયાન ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સિસથી આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કાકરીયાભાઈ બારેલા (35) રહે. હાલ જૂના ઘૂટું રોડ આઇકોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે સખતપુર મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
