મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ


SHARE













ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ

ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ તા.૨ ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા” તરીકે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવશે. અને સેવા પખવાડિયા કાર્યક્રમ અનુસંધાને ટંકારા ખાતે ટંકારા તાલુકા મંડળની કાર્યશાળા પુર્વ જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સહ સંયોજક અરવિંદભાઈ વાસદડીયા તથા મંડલ પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રુપસિંહ ઝાલા, ગણેશભાઇ નમેરા, પ્રભુભાઇ કામરીયા, નથુભાઈ કડીવાર,તાલુકાના પંચાયત ઉપ પ્રમુખ અરવિંદભાઇ દુબરીયા,પ્રવિણભાઇ લો,મહેશભાઇ લીખીયા તથા મંડલ ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, તાલુકા-જિલ્લા પંચાયત સભ્ય , શકિત કેન્દ્ર સંયોજક તથા કાર્યક્રમ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જઓની ઉપસ્થિતિમાં યોજાયેલ છે. આ કાર્યક્રમમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર, વૃક્ષારોપણ,સર્વ રોગ નિદાન કેમ્પ, ચિત્ર સ્પર્ધા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન પ્રદર્શની, વિષયે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમ સંચાલન દિનેશભાઈ વાધડીયા દ્વારા કરવામાં આવ્યુ હતું. 




Latest News