મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા


SHARE













વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય ઠેર ઠેર જુદીજુદી રીતે તેઓના જન્મદિવસની ઉજવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ સરકારી કર્મચારી મહામંડળ દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે અત્રે ઉલ્લેખની છે કે, નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવનાર છે તેની સાથોસાથ મોરબીમાં જોધપર ગામ પાસે દસ લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું છે જે કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેવાના છે તે પૂર્વે આજે મોરબીના સનાળા રોડ ઉપર સંસ્કાર બ્લડ બેન્ક ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, માધ્યમિક શિક્ષક સંઘના અગ્રણી ભગવાનજીભાઈ કુંભારવાડીયા સહિતના હોદ્દેદારો તથા રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ બને તે રીતે સમગ્ર ગુજરાતમાં રક્તદાન થઈ રહ્યું છે જેમાં મોરબીના કર્મચારીઓ પણ રક્તદાન કરી રહ્યા છે






Latest News