મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો


SHARE











મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ વૃક્ષના ઓટા પાસેથી આશરે પચાસેક વર્ષના આધેડનો મૃતદેહ મળી આવ્યો હોય પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ વૃક્ષના ઓટલા પાસેથી આશરે ૫૦ થી ૫૫ વર્ષના અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકે શરીર પર સફેદ કલરનું ગંજી(ટી-શર્ટ) તથા બ્રાઉન કલરનો બરમુડો કરેલો હોય અને તેની ઓળખ થાય તેવું અન્ય કોઈ બાબત મળી આવેલ ન હોય હાલ આ અજાણ્યા મૃતક કોણ છે ? તે અંગે ઓળખ મેળવવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.આ બાબતે જો કોઈ માહિતી હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મો.૬૩૫૯૬ ૨૬૦૫૩ ઉપર અથવા તપાસ અધિકારી ડી.એ. જાડેજાના મોબાઈલ નંબર ૮૩૨૦૮ ૬૧૦૩૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલા બજાર નજીક રહેતા જીગ્નેશભાઈ પ્રેમજીભાઈ સોમાણી નામના ૪૬ વર્ષના જૈન યુવાને કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા લવ વાસુદેવભાઈ દેત્રોજા નામના ૧૮ વર્ષના યુવાનને મોરબીના શનાળા ગામ પાસે મામા દેવના મંદિર પાસે બાઈક લઈને જતા સમયે ભૂંડ સાથે અથડાતા અકસ્માત થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.

સામસામી મારામારી

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ ૨૫ વારીયા ખાતે રહેતા શાહરૂખભાઈ સલીમભાઈ કાસમણી (૨૮) ને તેના ઘરે તેના પત્ની દ્વારા પથ્થર મારવામાં આવતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા તે રીતે જ તેમના પત્ની રૂકસાનાબેન શાહરૂખભાઈ કાસમાણી (૨૧) ને પતિ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેઓને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બનાવ અંગે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને રાબેતા મુજબ તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

હળવદ ખાતે બાપા સીતારામ મઢુલી નજીક મારામારીના બનાવમાં ઇજા થતા અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી નામના ૧૯ વર્ષના યુવાનને અહિંની સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારાના લજાઈ ગામે રહેતા જીગ્નેશભાઈ રમેશભાઈ મસોત નામના ૩૬ વર્ષના યુવાનને ગામમાં રતિભાઈના ઘર નજીક મારામારીમાં ઈજા થતાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે પોલીસની જાણ થતા પોલીસે રાબેતા મુજબ નોંધ કરી તપાસ કરી હતી.

મહિલા સારવારમાં

હળવદના ઢવાણા ગામ ખાતે રહેતા સવિતાબેન રંગીનભાઈ બારીયા નામના ૪૦ વર્ષીય મહિલા તેઓના ઘરે બાથરૂમમાં પડી ગયા હોય મોઢાના ભાગે ગંભીર ઈજા થવાથી અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં પ્રાથમિક સારવાર આપી તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા તેમ પોલીસ સૂત્રો જણાવે છે.






Latest News