મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી
SHARE







મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી
રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું જલારામ ધામ ખાતે અદકેરુ સન્માન કરતા મોરબી લોહાણા સમાજના અગ્રણી
મોરબીના જલારામ ધામ ખાતે શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ. રત્નેશ્વરીદેવીજી ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે વાંકાનેર રાજવી પરિવારના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા જલારામ ધામ ખાતે ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ લોહાણા સમાજના સાવજ સ્વ.રસિકલાલ અનડકટ તથા મોરબી લોહાણા સમાજ પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા.તેમણે જણાવ્યુ હતુ કે તેમનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વાંકાનેર આવ્યા ત્યારે સ્વ.રસિકલાલ અનડકટે તેમણે રાજકારણમાં પ્રવેશવા પ્રેરીત કર્યા હતા, તે ઉપરાંત લોહાણા સમાજના અગ્રણીઓએ સમગ્ર પંથકના વિકાસમાં અનન્ય ફાળો અર્પણ કર્યો છે તેવું તેમણે ઉમેર્યુ હતુ. મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને પણ તેઓએ બિરદાવી સંસ્થાના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્વ.રસિકલાલ અનડકટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આગામી સમયમાં સંસ્થાના અગ્રણીઓ સાથેના આ જુના સંબંધો વધુ નિકટ બનશે તેવું તેમણે જણાવ્યુ હતું.
મોરબી જલારામ ધામ ખાતે વિશેષ ઉપસ્થિત વાંકાનેર રાજવી પરિવાર નાં મહારાજા-રાજ્યસભાનાં સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલાનું મોરબી લોહાણા સમાજના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી), હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી), ભાવીનભાઈ ઘેલાણી, રમણીકભાઈ ચંડીભમર, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, નવીનભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ (પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી), પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, નિરવભાઈ હાલાણી, હસુભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, નરેન્દ્રભાઈ પાઉ, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, કીશોરભાઈ ઘેલાણી, મનોજભાઈ ચંદારાણા, વિપુલભાઈ પંડીત, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, દરેક પોથી યજમાનો, ભાવનાબેન સોમૈયા (પ્રમુખ-શ્રી જલારામ ધામ મહિલા મંડળ) સહીતનાં લોહાણા સમાજના અગ્રણીઓ તેમજ સી.ડી.રામાવત (રામાનંદીય સમાજ અગ્રણી) , ડો.બી.કે.લહેરૂ (બ્રહ્મ સમાજ અગ્રણી), કે.પી.ભાગીયા (પટેલ સમાજ અગ્રણી), જયેશભાઈ કંસારા (કંસાર સમાજ અગ્રણી) સહીતના અગ્રણીઓ દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યુ હતું.
