વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છ લોકસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાઇ
મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 224 બોટલ દારૂ-68 બીયરના ટીન કબ્જે
SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 224 બોટલ દારૂ-68 બીયરના ટીન કબ્જે
મોરબીના જેપુર ગામની સીમમાં આવેલ પ્રભુનગરના ગેટ પાસે બાવળની જાળીમાં, સેન્ટ મેરી ફાટક પાસે રહેણાક મકાનમાં અને પાનેલી રોડે દારૂની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે દારૂની નાની-મોટી 224 બોટલ તેમજ 68 બીયરના ટીન કબ્જે કર્યો હતો અને હાલમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના જેપુર ગામની સીમમાં આવેલ પ્રભુનગરના ગેટ પાસે બાવળની જાળીમાં ખરાબમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 82 બોટલો તથા બિયરના 33 ટીન મળી આવ્યા હતા જેથી 1,42,040 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા 5,000 રૂપિયાની કિંમતો એક મોબાઈલ ફોન મળીને ₹1,47,040 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આ માલ રોહિતભાઈ મુન્નાભાઈ કોળી રહે. સેન્ટ મેરી સ્કૂલ પાસે લાઇન્સનગર મોરબી વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી રોહિતભાઈ કોળી અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં સેન્ટ મેરી ફાટક પાસે રહેતા રોહિત સરવૈયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 112 બોટલો તેમજ બિયરના 5 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બીયર મળીને કુલ 40,950 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોહિત મુન્નાભાઈ સરવૈયા રહે. નવલખી રોડ સેન્ટ મેરી ફાટક પાસે મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ આરજીલ સીરામીક પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના 30 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 6,000 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જૈનુભાઈ રગુસીંગ કલસીયા (26) રહે. લાલપર સરકારી દવાખાના પાછળ મોરબી મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
