વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છ લોકસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાઇ
SHARE







વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છ લોકસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાઇ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આજે ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભુજના સ્મૃતિવન ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાની સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છ લોકસભા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી એક લાખ સેનેટરી પેડ વિતરણના સંકલ્પ સાથે ભુજ ખાતે ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કુલની દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું છપરી તળેટી, ગામ ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત “નમોવન” નું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ છે. દિવ્યાંગોને સાધન સહાય સાંસદ તરફથી વિતરણ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના સ્વાસ્થય અને દીર્ઘાયુ ની પ્રાર્થના સાથે વિકાસ વંચિતો, દિવ્યાંગોને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ-ભુજ દ્વારા વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ એક ઐતિહાસિક અને અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે ત્યારે “એક કચ્છ - એક શપથ - એક ભારત” અભિયાન અંતર્ગત સ્મૃતિવનના પવિત્ર પ્રાંગણમાં વિશ્વની સૌથી મોટી લાઈવ ઑનલાઇન તથા ઑફલાઇન શપથવિધિનો આયોજન કરાયું હતું જે પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત સૌ લોકો સાથે શપથ લીધી હતા.
નવરાત્રીનાં નવ દિવસ માં ની આરાધના પુજન ગરબાનો આનંદ માણવા લાખો માઈ ભક્તો નવરાત્રી પ્રારંભ થાય તેનાથી આગળ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાંથી પદયાત્રા કરી કચ્છ ધણીયાણી માં આશાપુરા- માતાનામઢ દર્શને જાય છે તેમની સુવિધા અને સેવા માટે અસંખ્ય સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ છે. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ તરફથી મિરઝાપર હુંડાઈ શો રૂમ પાસે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
