મોરબીમાં હેલ્મેટ પહેરીને બાઇક ઉપર જઈ રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: સીસીટીવી ફૂટેજ વાયરલ
SHARE







મોરબીમાં હેલ્મેટ પહેરીને બાઇક ઉપર જઈ રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: સીસીટીવી ફૂટેજ વાયરલ
મોરબીની યોગેશ્વર સોસાયટીમાં કારચાલક પોતાના ઘર પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે શેરીમાં આવી રહેલા એક બાઇક ચાલક યુવાનના બાઈકને હડફેટે લૂધુ હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર નાના મોટા અકસ્માતો અને જીવલેણ અકસ્માતો બનતા રહેતા હોય છે અને તેમાંથી ઘણી ઘટનાઓ રોડ રસ્તા ઉપર કે સોસાયટીઓમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતી હોય છે તેવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીમાંથી કાર ચાલક પોતાના ઘર પાસે પાર્ક કરેલ કારમાં બેસીને કારને લઈને જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે કોઈપણ કારણોસર પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા શેરીમાં આવી રહેલ બાઈક સવારને બાઇક સહિત હડફેટે લીધો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતનો બનાવ સોસાયટીના રહેણાક મકાનમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયો હતો અને અકસ્માતના આ બનાવનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુમાં મળતી વિગત પ્રમાણે બુધવારે બપોરના દોઢ એક વાગ્યાના અરસામાં યોગેશ્વર સોસાયટીમાં અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હોય તેવું વિડિયોમાં દેખાઈ છે અને અકસ્માતના કારણે બાઇક ચાલક બાઇક સહિત રોડ સાઈડમાં ફંગોળાઈ જાય છે અને ત્યારબાદ કાર ચાલકની કાર દીવાલ સાથે જઈને અથડાય છે તેવું પણ સીસીટીવી કેમેરાના વિડિયોમાં દેખાય છે જોકે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને આ બનાવ સંદર્ભે હજુ સુધી પોલીસ સ્ટેશનને કોઈ નોંધ થયેલ નથી વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ યોગેશ્વર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ કનેટીયા તેની કાર લઈને જતાં હતા ત્યારે કારમાં લીવર ચોંટી ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને બાઇક સવાલ યુવાન પણ યોગેશ્વર સોસાયટીનો જ રહેવાસી છે.
