મોરબીની યોગેશ્વર સોસાયટીની બાજુમાં ગેરકાયદે બિનખેતી કરાઇ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
SHARE







મોરબીની યોગેશ્વર સોસાયટીની બાજુમાં ગેરકાયદે બિનખેતી કરાઇ હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને ગેરકાયદે બિનખેતી કરવામાં આવી છે તેવો આક્ષેપ યોગેશ્વર સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને તેમને ચાલવા માટેનો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરવામાં આવ્યો હતો જેને આજે સ્થાનિક લોકોએ જેસીબી વડે તોડી પાડ્યો હતો જેથી કરીને પોલીસ ઘટના આવી હતી.
મોરબીના રવપર રોડે આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે ત્યાં 1,000 થી વધુ લોકો હાલમાં રહે છે અને યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે ખેતીની જમીન હતી તેને થોડા વર્ષો પહેલા બિનખેતી કરવામાં આવી હતી ત્યારે બિલ્ડરો દ્વારા ખોટી માહિતી અધિકારીઓને આપવામાં આવી છે અને જે જગ્યાએ યોગેશ્વર સોસાયટી છે તેને જમીનને નકશામાં એગ્રીકલ્ચર લેન્ડ બતાવવામાં આવી છે. ત્યારબાદ તે બિલ્ડરોએ તેની જમીનને બિનખેતી કરાવી છે.
યોગેશ્વર સોસાયટીના લોકોને અવરજવર માટે જે વર્ષોથી રસ્તો હતો તથા વરસાદી પાણીના નિકાલ માટેનો જે રસ્તો હતો તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી ગેરકાયદે દીવાલ બનાવવામાં આવી હતી તેને દૂર કરવા માટે થઈને અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી છતાં તેને દૂર કરવામાં ન હતી જેથી આજે યોગેશ્વર સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા તે ગેરકાયદે દિવાલને તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જે ખેતીની જમીનને બિનખેતી બનાવીને પ્લોટ કરવામાં આવ્યા છે તે ગેરકાયદે રીતે બિનખેતી કરવામાં આવેલ છે જેથી કલેક્ટર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને અગાઉ જે બિનખેતી થયા છે તે સોસાયટીના દરેક રસ્તાને એપ્રોચ રસ્તા મળે તે પ્રકારે બિનખેતી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ છે.
