ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા
SHARE







ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા
ટંકારા તાલુકાના હડમતિયા મુકામે પાલણપીરની મેડીએ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ટંકારા પડધરીનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, રણછોડભાઈ મકવાણા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા સહિતનાં મહાનુભાવો હાજર રહ્યા હતા તેનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને મંદિરનાં ટ્રસ્ટી દેશા આપાગરનું વિશેષ અભિવાદન કરાયું હતું અને પાલણપીરનાં મંદિરે આવેલા રાજકીય આગેવાનોએ મંદિરના વિકાસ માટે તન, મન, ધનથી મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. જેથી પાલણપીર સેવા સમિતિ વતી અર્જુનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ, ચંપાબેન મારૂ સહિતનાં પ્રતિનિધિઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
